વાંકાનેરના વિરપરમાં દેશી દારૂની ભઠ્ઠી-ચંદ્રપુર યાર્ડ પાસેથી ૧૦૦ લિટર દારૂ ભરેલી ગાડી પકડાઈ
મોરબીના પીપળી ગામે શ્યામપાર્કમાં વૃધ્ધનું મકાન પચાવી પાડનાર મહિલાની ધરપકડ
SHARE









મોરબીના પીપળી ગામે શ્યામપાર્કમાં વૃધ્ધનું મકાન પચાવી પાડનાર મહિલાની ધરપકડ
મોરબીના પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં વૃધ્ધના માલિકીના મકાનમાં કબ્જો કરીને મકાન પચાવી પાડનાર મહિલાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલાની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો અને હાલમાં આ ગુનામાં મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
મૂળ જીવાપર(ચ)ના રહેવાસી અને હાલમાં મોરબીમાં સામાકાંઠે હાઉસીંગ બોર્ડ શેરી નં.-૧૫ બ્લોક નં.-૧૪૦ માં રહેતા મકનભાઇ નથુભાઇ સરાવાડીયા જાતે પટેલ (ઉ.૬૫)એ ઉષાબેન ચંદ્રેશભાઇ પંડયા રહે. પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી વાળીની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, આજથી આશરે બે વર્ષ પહેલાથી આજદિન સુધી પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં મહીલા આરોપીએ ફરીયાદીની માલીકીના પીપળી ગામના સર્વે નં.-૨૯૧/૨ પૈકી-૩ પૈકી-૧ ની જમીનમાં આવેલ પ્લોટ નં.-૧૫ પૈકીની ચોરસ ફુટ-૪૮૦.૪૫૬ તેના ચો.મી.૪૪-૬૫૨ ની જમીન વાળા મકાનમાં ગેરકાયદેસર કબ્જો કર્યો છે અને મકાન પચાવી પાડી ગુન્હો કર્યા છે જેથી કરીને પોલીસે વૃધ્ધની ફરિયાદ લઈને મહિલાની સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધ્યો હતો અને હાલમાં તે મહિલા આરોપી ઉષાબેન ચંદ્રેશભાઇ પંડયા રહે. પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી વાળીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
