માળીયા (મી) ના કુંતાશી-બગસરા ગામે સ્વતંત્રા દિવસ ઉજવાયો
SHARE
માળીયા (મી) ના કુંતાશી-બગસરા ગામે સ્વતંત્રા દિવસ ઉજવાયો
માળીયા (મી) તાલુકા કક્ષાનો 78 મો સ્વતંત્રા દિવસ કુંતશી ગામે ઉજવવામાં આવ્યો હતો ત્યારે રાષ્ટ્રધ્વજને લહેરાવીને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને એ તકે માળીયા (મી) તાલુકાના મામલતદારના હસ્તે માળીયા (મી)ના બગસરા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા મયુરભાઈ રાધવજીભાઈ હોથીને પ્રતિભાશાળી શિક્ષક તરીકેનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો અને જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તથા તાલુકા પંચાયતના સદસ્ય અને ગામ પંચાયતના હોદ્દેદારો અને કુંતાસી પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સ્ટાફની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તો માળીયાના બગસરા ગામે સ્વતંત્રતા પર્વની ઉજવણી અને ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કન્યાના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓને ચોકલેટ અને બીસકીટ આપીને મોઢું મીઠું કરાવવા આવ્યું હતું.