રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે બુટવડા ગામના સરપંચને બોલાવીને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ


SHARE









મોરબીના રફાળેશ્વર ગામે બુટવડા ગામના સરપંચને બોલાવીને માર મરનારા ત્રણ શખ્સોની ધરપકડ

હળવદ તાલુકાનાં બુટવડા ગામના સરપંચનો ભત્રીજો પ્રેમ સબંધ હોય યુવતીની સાથે ભાગી ગયેલ છે જેથી યુવતીના સબંધીઓએ સરપંચને મોરબીના રફાળેશ્વર ગામની વીડીમાં ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા અને બાદમાં તેઓને ધોકા અને પ્લાસ્ટિકના પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા સરપંચે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને હાલમાં ત્રણેય આરોપીની ધરપકડ કરેલ છે

હળવદ તાલુકાનાં બુટવડા ગામના સરપંચ મુળજીભાઇ ગંગારામભાઇ દેગામા જાતે કોળી (ઉ.૫૨)એ બાબભા ગઢવી, રાજભા ગઢવી અને જયદીપ ગઢવીની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતુ કે, ગત ૨૪ તારીખે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની વીડીમાં તેઓને આરોપીઓ બોલાવ્યા હતા કેમ કે, તેના સાળાના દિકરા ભરતને આરોપીઓના સંબંધીની દિકરી સાથે પ્રેમ સંબંધ હોય તે ક્યાક જતા રહેલા છે જે બાબતે ચર્ચા કરવા માટે ફરિયાદીને બોલાવ્યા હતા અને બાદમાં જયદીપ ગઢવીએ જમણા હાથે લાકડાનો ધોકો મારી ફેક્ચર કરી નાખ્યું હતું અને બાબભા ગઢવી તેમજ રાજભા ગઢવીએ લાકડાના ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી મુંઢમાર માર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી પોલીસે સરપંચની ફરિયાદ લઈને હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં બાબભા ઉર્ફે પુનાભા પંચાણજી દેવસુરા જાતે ગઢવી (૪૧) રહે. રફાળેશ્વર, રાજભા નારણભા ગઢવી (૨૪) અને જયદીપ સુનિલભાઈ લાબા ગઢવી (૨૧) રહે. બંને મોરબી વાળાની ધરપકડ કરી છે






Latest News