મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ઝડપાયેલ દારૂના ગોડાઉનના મેનેજરને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE









મોરબીના લાલપર પાસે ઝડપાયેલ દારૂના ગોડાઉનના મેનેજરને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીના લાલપર પાસે દારૂના ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે ગોડાઉનના મેનેજર તરીકે પકડાયેલ શખ્સની સામે પાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે આરોપીની પાસા હેઠળ ધરપકડ કરીને આરોપીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મૂકવામાં આવેલ છે.

મોરબી જીલ્લામાં લાલપર પાસે દારૂના ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરી હતી ત્યારે ત્યાંથી 1.51 કરોડનો દારૂ અને બિયરનો જથ્થો પકડવામાં આવ્યો હતો અને ત્યારે ગોડાઉનના મેનેજર સહિતના 10 જેટલા આરોપીને પકડવામાં આવ્યા હતા અને આ ગોડાઉનના મેનેજર સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરીએ આરોપી રમેશભાઇ પુંજાભાઇ પટણી રહે. નવા ચિત્રોડ તાલુકો રાપર વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કર્યું હતું જેથી કરીને એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા અને ટીમે આરોપી રમેશભાઇ પુંજાભાઇ પટણી જાતે પટેલ (37) રહે. નવા ચિત્રોડ બાપા સીતારામની મઢુલી પાસે તાલુકો રાપર વાળાને ડીટેઇન કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ વિસ્તારની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતી રાધિકાબેન ભરતભાઈ ઉપસરિયા નામની 24 વર્ષીય યુવતી તેના ઘરે હતી ત્યારે તેણીએ જાતે તેના હાથ ઉપર બ્લેડ વડે ચેક કરી દીધા હતા જેથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.




Latest News