મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી: મતદાર શિક્ષણ-જાગૃતિની ઉત્તમ કામગીરી કરનાર મીડિયા હાઉસને એવોર્ડથી સન્માનિત કરાશે


SHARE













મોરબી: મતદાર શિક્ષણ-જાગૃતિની ઉત્તમ કામગીરી કરનાર મીડિયા હાઉસને એવોર્ડથી સન્માનિત કરાશે

ગુજરાતમાં  વર્ષ ૨૦૨૧ દરમિયાન મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ સંબંધિત ઉત્તમ  પ્રકારની પ્રચાર-પ્રસારની કામગીરી કરનાર મીડિયા હાઉસને  ભારતીય ચૂંટણી પંચ દ્વારા વિવિધ કેટેગરીમાં નેશનલ મીડિયા એવોર્ડ૨૦૨૧ આપવામાં આવનાર છે. ચૂંટણી પંચ દ્વારા કેટેગરી મુજબ આપવામાં આવનાર જુદા જુદા ચાર એવોર્ડમાં (૧) પ્રિન્ટ મીડિયા, (૨) ઇલેકટ્રોનિક્સ મીડિયા (ટેલિવિઝન) (૩) ઇલેકટ્રોનિક્સ મીડિયા (રેડિયો) અને (૪) ઓનલાઇન (ઇન્ટરનેટ)/ સોશિયલ મીડિયાનો સમાવેશ થાય છે.

નેશનલ મીડિયા-૨૦૨૧ મેળવવા ઇચ્છુક  મીડિયા હાઉસે વર્ષ દરમિયાન મતદાર શિક્ષણ અને મતદાર જાગૃતિ અંગે કરેલી પ્રચાર-પ્રસારની કામગીરીની તમામ વિગતો સાથેની દરખાસ્ત-અરજી અંગ્રેજી ભાષામાં જ હાર્ડ તથા સોફ્ટકોપીમાં (.docx ફાઇલમાં) આગામી તા. ૨૦ નવેમ્બર ૨૦૨૧ સુધીમાં કરવાની રહેશે. જેમાં સંબંધિત મીડિયા હાઉસનું નામ, સરનામું, ટેલિફોન નંબર, ઇ-મેઇલ એડ્રેસ માટેનો ઉલ્લેખ કરવાનો રહેશે.સંબંધિત મીડિયા હાઉસે એવોર્ડ માટેની અરજી-દરખાસ્ત સેકશન અધિકારી, (SVEEP Division) મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, સામાન્ય વહીવટ વિભાગ, બ્લોકનં.૭, બીજો માળ, નવા સચિવાલય, ગાંધીનગર લેન્ડ લાઇન નં. ૦૭૯-૨૩૨૫૫૭૪૬ (SVEEP branch) Email-sveepceogujarati@gmail.com મેઇલ ઉપર તેમજ હાર્ડ કોપી મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત મીડિયા હાઉસ-સંસ્થાઓ પોતાની દરખાસ્ત સીધે સીધી ચૂંટણી પંચને પણ સમયમર્યાદમાં કરી શકે છે જેની જાણ અત્રેની કચેરીને કરવાની રહેશે તેમ અધિક મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.






Latest News