મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે, માર્કશીટ પોંહચાડવા અપીલ


SHARE









મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે, માર્કશીટ પોંહચાડવા અપીલ

 

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આયોજિત ૨૭ મો સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ તા.૨૨-૯ ને રવિવારે સાંજે ૪ થી ૮ ગોસ્વામી સમાજની વાડી ખાતે રાખવામાં આવેલ છે.

વધુમાં માહિતી આપતાં ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી ગોસ્વામીએ જણાવેલ છેકે, કાર્યક્રમમાં  કેજી થી કોલેજ સુધી તેમજ રમત-ગમત અને કોઈપણ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરેલ હોય અને નવી જોબ અને નિવૃત્ત થતા કમૅચારીઓનુ સન્માન કાર્યક્રમ દરમિયાન કરવાનું આયોજન કરવામાં આવેલ છે.તે માટે બાળકોના માર્કશીટની ઝેરોક્ષ તેમાં સ્વચ્છ અક્ષરે નામ, મોબાઈલ નંબર લખીને કારોબારી સભ્ય સહિતના જણાવેલ લોકોને તા.15-9 સુધીમાં પોહચાડવાના રહેશે.અભ્યાસ પ્રથમ, દ્વિતીય નંબરે આવેલને શિલ્ડ એનાયત કરવામાં આવશે.

માર્કશીટ પોંહચાડવા માટે સંસ્થાના પ્રમુખ ગુલાબગીરી ગોસાઈ કુબેરનાથ મંદિર (મો.88496 64390), એડવોકેટ કમલેશગીરી ગોસ્વામી સામેકાંઠે (મો.98253 99423), સુરેશગીરી ગોસ્વામી શનાળા રોડ ઓફિસ (મો.98797 83327), દિનેશગીરી દેવગીરી નહેરૂ ગેઈટ ચોક (મો.98793 37162), કૈલાસગીરી ગોસાઈ જીઈબી શનાળા રોડ હાઉસિંગ બોર્ડ (મો.99790 21109) નો સંપર્ક કરવો તેમ સંસ્થાના પ્રમુખ ગુલાબગીરી અને ઉપ પ્રમુખ હસંગીરી ગોસાઈએ યાદીમાં જણાવેલ છે.




Latest News