મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી લાયન્સ ક્લબ દ્વારા આંતરરાષ્ટિય લેવલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા યોજાય


SHARE







મોરબી લાયન્સ ક્લબ દ્વારા આંતરરાષ્ટિય લેવલની પીસ પોસ્ટર ચિત્ર સ્પર્ધા યોજાય

મોરબીની પ્રતિષ્ઠિતસામાજિક સંસ્થા અને સેવા પરમો ધર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરતી લાયન્સ ક્લબ ઓફ મોરબી – સિટી દ્વારા સમાજ ઉપયોગી વિવિધ સેવાકિય કાર્યો કરવામાં આવે છે અને બાળકોની પ્રતિભાની ખીલવણી અને સર્વગ્રાહી વિકાસ માટે  દર વર્ષની જેમ આ વર્ષે પીસ પોસ્ટર (ચિત્ર સ્પર્ધા) પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિયોગિતાનું આયોજન લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવે છે અને સ્પર્ધા સરસ્વતી શિશુ મંદિરશનાળા,  ઉમાં વિધ્યા સંકુલ,વેજીટેબલ રોડ અને કિડઝી પ્રી સ્કૂલ,મોરબી -2 ખાતે રાખવામા આવી હતી  અને બાળકોએ બહોળી સંખ્યામાં તેમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ચિત્ર દોરવા માટે વિષય “WE ALL ARE CONNECTED ”  આપણે બધા જોડાયેલ છીએ” આ સ્પર્ધામાં પ્રથમ દસ બાળકોનું નામ મલ્ટિપલ (ગુજરાત) લેવલે ત્યારબાદ ઇન્ટરનેશનલ લેવલે મોકલવામાં આવશે અને ઇન્ટરનેશનલ લેવલ પર જે બાળકનું પીસ પોસ્ટર પસંદગી પામશે તેમને ૫૦૦૦ અમેરિકન ડોલરનું ઇનામ આપવામાં આવશે અને ગ્રાન્ટ ઇવેન્ટમાં સહભાગી થવાનું આમંત્રણ મળશે આ તકે લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ ટી.સી.  ફુલતરીયાસેક્રેટરી કેશુભાઈ દેત્રોજા,ખજાનચી  નાનજીભાઈ મોરડીયા, મહાદેવભાઈ ચીખલીયા,પ્રોજેક્ટ ચેરમેન જગદીશભાઈ કાવરવિપુલભાઈ કોટડીયાપી. એ.કાલરીયા,  સરસ્વતી શિશુ મંદિર નાં મુખ્ય વ્યવસ્થાપક જ્યંતિભાઈ રાજકોટીયાસુનિલભાઈ પરમાર, ઉમાં વિદ્યા સંકુલનાં અશ્વિનભાઇ પટેલદીપકભાઈ દેત્રોજાકિડઝી પ્રી સ્કૂલના ટ્રસ્ટી બીનાબા રાઠોડઆચાર્ય વૈશાલીબેન ત્રિવેદી, રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા અને ભાગ લેનાર દરેક બાળકોને પ્રોત્સાહિત કરવા લાયન્સ ઇન્ટરનેશનલનું સર્ટીફીકેટ  લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી  દ્વારા આપવામાં આવ્યુ હતું






Latest News