મોરબીના બેલા નજીક કારખાનામાં તરુણને કામે રાખનારા કારખાનેદાર સામે નોંધાયો ગુનો
વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર ઇકોના ચાલકે કર્યો છરી વડે હુમલો
SHARE









વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર ઇકોના ચાલકે કર્યો છરી વડે હુમલો
વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે રીક્ષા ચાલક સાથે ઇકોના ચાલકે બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપતો હતો જેથી કરીને રિક્ષાચાલક યુવાને ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા શખ્સે તેની પાસે રહેલી છરી વડે યુવાન પર હુમલો કર્યો હતો અને યુવાનને સાથળ અને ઘૂંટણન ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હાલમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકો કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના રાતડિયા ગામે રહેતા વિજયભાઈ હિંદુભાઈ ઝાપડા જાતે ભરવાડ (ઉંમર ૨૨) ગઈકાલે બપોરના સમયે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૨૧૫૧ લઈને ઊભા હતા અને તેમાં પેસેન્જર બેસાડતા હતા ત્યારે ઇકો કારના ચાલક જેઠૂરભાઇ કાઠી દરબાર રહે. જાનીવડલા તાલુકો ચોટીલા વાળાએ તેની પાસે આવીને પેસેન્જર બેસાડે બાબતે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપી હતી જેથી કરીને વિજયભાઈએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાયેલા જેઠૂરભાઇ કાઠીએ પોતાની પાસે રહેલ છરી વડે વિજયભાઈ ઉપર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેને પગે સાથળ અને બંને ઘૂંટણના ભાગે ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિજયભાઈ ઝાપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ વિજયભાઈએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેઠૂરભાઇ કાઠીની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
