મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક કારખાનામાં તરુણને કામે રાખનારા કારખાનેદાર સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના બેલા નજીક કારખાનામાં તરુણને કામે રાખનારા કારખાનેદાર સામે નોંધાયો ગુનો

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે કારખાનામાં શ્રમ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કારખાનામાં તરુણ પાસે કામગીરી કરવામાં આવતી હોય તેવું જોવા મળ્યું હતું જેથી જોખમી કામની યાદીમાં આવતા સીરામીકમાં તરુણને કામ ઉપર રાખવામા આવેલ હોવાથી હાલમાં શ્રમ અધિકારી દ્વારા કારખાના માલિકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલા બેલા ગામ પાસે ફ્લેવર ગ્રેનાઈટો એલએલપીની અંદર મોરબીના શ્રમ અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શ્રમ અધિકારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફ્લેવર ગ્રેનાઈટો એલએલપીના માલિક ધર્મેશભાઈ બાબુભાઈ રૂપાલા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીના કારખાનાની અંદર જોખમી વ્યવસાયની યાદીમાં આવતા સિરામિકના કારખાનામાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરના તરુણને કામે રાખવામાં આવેલ હતા જેથી કરીને હાલમાં પોલીસે કારખાનાના માલિકની સામે બાળ અને તરૂણ કામદાર (પ્રતીબંધ અને નિયમન) ૧૯૮૬ સને ૨૦૧૬-માં સુધાર્યા અનુસાર એક્ટ કલમ ૩(એ) તથા ૧૪ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News