વાંકાનેર બાઉન્ડ્રી પાસે રિક્ષામાં પેસેન્જર ભરવા બાબતે યુવાન ઉપર ઇકોના ચાલકે કર્યો છરી વડે હુમલો
મોરબીના લીલાપર રોડે ફટાકડા દૂર ફોડવાનું કહેતા દંપતી અને તેના દીકરાને ૩ શ્ખ્સોએ માર માર્યો
SHARE









મોરબીના લીલાપર રોડે ફટાકડા દૂર ફોડવાનું કહેતા દંપતી અને તેના દીકરાને ૩ શ્ખ્સોએ માર માર્યો
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના પાસે ઈંડાની લારી નજીક ફટાકડા ફોડવામાં આવતા હોય ફટાકડા દૂર ફોડવા માટે કહ્યું હતું જેથી કરીને ઉશ્કેરાયેલા શખ્સે ઈંડાની લારી ધરાવતા યુવાનના દીકરાને માથામાં પાઈપનો ઘા ઝીકિ દીધો હતો અને ત્યારબાદ અન્ય બે શખ્સોએ ત્યાં આવીને ઈંડાંની લારી ધરાવતા યુવાન અને તેના પત્નીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનામાં રહેતા અને ઈંડાની લારી ધરાવતા રફીકશા હબીબીશા શાહમદાર જાતે ફકીર (ઉમર ૩૭) એ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે લીલાપર રોડ પર આવેલ આવાસ યોજનામાં રહેતા આફતાબ હાજીભાઇ, રમજાન અને અકબરની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે આવાસ યોજનાની બાજુમાં તેઓની ઈંડાની લારી છે જ્યાં ઈંડાંની લારી પાસે આરોપીઓ ફટાકડા ફોડતા હતા માટે રફીકશાના દીકરા સાજીદે ફટાકડા દૂર કરવા માટે કહ્યું હતું જે આરોપી આફતાબ હાજીભાઈને સારું નહીં લાગતા તેણે લોખંડના પાઇપ વડે તેના ઉપર હુમલો કરીને તેને માથાના ભાગે પાઇપનો એક ઘા ઝીંકી દીધો હતો અને ત્યારબાદ ત્યાં આવેલા રમજાન અને અકબરે ફરિયાદી રફીકશા તથા તેની પત્નીને જેમ ફાવે તેમ ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા રફીકશા શાહમદારએ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
