મોરબીના લીલાપર રોડે ફટાકડા દૂર ફોડવાનું કહેતા દંપતી અને તેના દીકરાને ૩ શ્ખ્સોએ માર માર્યો
માળીયા(મી) મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કલાઉત્સવની ઉજવણી કરાઇ
SHARE









માળીયા(મી) મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કલાઉત્સવની ઉજવણી કરાઇ
માળીયામાં આવેલ શ્રી રામબાઈમાં શાળા વિકાસ સંકુલ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત SVS કક્ષાના 'કલાઉત્સવ' ની ઉજવણી મોટી બરાર ખાતે મોડેલ સ્કૂલમાં કરવામાં આવી હતી. જેમાં માળિયા તાલુકાની બે QDC ના મળી કુલ ૧૪ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, કાવ્યગાન, વકતૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન માળીયા તાલુકાના રામબાઈમાં એસ.વી.એસ કન્વીનર એસ.કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમની તમામ વ્યવસ્થા ભરતભાઈ વિડજા (આચાર્ય મોડેલ સ્કૂલ મોટીબરાર) દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિડજાભાઇ અને મોડેલ સ્કૂલના તમામ સ્ટાફે પૂરેપૂરો સહયોગ આપેલ હતો. અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી-મોરબી વતી લાયઝન ઓફિસર શૈલેષભાઈ મેરજા કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ તેમજ દ્વિતીય ક્રમે આવેલા તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
