મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કણકોટ ગામે ગરબીમાં બાકીમાં ફાળો લખવાની ના પાડયાનો રોષ રાખીને ધારીયુ, તલવાર વડે હુમલો


SHARE

















વાંકાનેરમાં કણકોટ ગામે ગરબીમાં બાકીમાં ફાળો લખવાની ના પાડયાનો રોષ રાખીને ધારીયુ, તલવાર વડે હુમલો

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામે ગરબીમાં બાકીમાં ફાળો લખવાની ના પાડી હોવાનો રોષ રાખીને ધોકા-પાઇપ, તલવાર, ધારિયા જેવા ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે સામાપક્ષેથી પણ પોતે જૂના ગામમાં આવતા હોય તે ન ગમતું હોય હુમલો કરવામાં આવી હોવાની ફરિયાદ લખાવવામાં આવેલ છે.બંને તરફથી સામસામી ફરિયાદો નોંધાવાયેલ હોય વાંકાનેર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના કણકોટ ગામના મહાવિરસિંહ અભેસિંહ ઝાલા જાતે દરબાર (ઉમર ૩૫) એ વિજયસિંહ ઉર્ફે વિજુભા જેઠુભા ઝાલા હાલ રે.રાજકોટ, બળવંતસિંહ જેઠુભા ઝાલા રહે.કણકોટ, છત્રસિંહ જેઠુભા ઝાલા રહે.રાજકોટ, મજબૂતસિંહ બળવંતસિંહ ઝાલા રહે.રાજકોટ, કુલદીપસિંહ છત્રસિંહ ઝાલા રહે.રાજકોટ અને ધૃવરાજસિંહ વિજયસિંહ ઝાલા રહે.રાજકોટ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ઉપરોકત મારામારી બાબતે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, ગઇકાલના સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં કણકોટ ગામે બસ સ્ટેશન પાસે વનરાજસિંહ ઝાલાની હોટલ સામે હુમલો કરવામાં આવ્યો હતો.ફરીયાદમાં જણાવાયા મુજબ ગત નવરાત્રીમાં પોતે ગામમાં ગરબીનું આયોજન કરતા હોય અને વિજયસિંહ ઉર્ફે વિજુભા જેઠુભા ઝાલા(હાલ રાજકોટ મૂળ કણકોટ) એ નવરાત્રીમાં ગરબીમાં બાકીમાં ફાળો લખાવતા પોતે બાકીમાં ફાળો લખવાની ના પાડી હતી તે વાતનું મનદુ:ખ રાખીને ઉપરોકત છએય ઇસમોએ એકસંપ કરીને ધોકા-પાઇપ, ધારીયુ અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે પોતાના ઉપર તેમજ અન્ય સાહેદો ઉપર હીચકારો હુમલો કર્યો હતો.જેથી પોલીસે કલમ ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ તથા ૧૩૫ મુજબ ગુનો નોંધેલ છે.

જયારે સામાપક્ષેથી છત્રસિંહ જેઠુભા ઝાલા જાતે દરબાર (ઉમર ૫૮) રહે.રાજકોટ ગાંધીગ્રામ અક્ષરનગર-૩ હરીઓમ સોસાયટી પ્રજાપતિની વાડીની પાછળ, મુળ રહે.કણકોટ તા.વાંકાનેર જી.મોરબીએ રાજેન્દ્રસિંહ અભેસિંહ ઝાલા, મહાવીરસિંહ ઉર્ફે ધીંગુભા અભેસિંહ ઝાલા, રૂતુરાજસિંહ પદ્યુમનસિંહ ઝાલા, મુળરાજસિંહ રમુભા ઝાલા,.અભેસિંહ જીવુભા ઝાલા અને હરેન્દ્રસિંહ જીવુભા ઝાલા રહે.બધા કણકોટ તા.વાંકાનેર જી.મોરબી સામે વળતી ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, ઉપર દર્શાવેલ જગ્યાએ ફરીયાદી છત્રસિંહ પોતે  તથા અન્ય સાહેદો તેમના મુળ ગામ કણકોટ ગામે અવાર નવાર આવતાજતા હોય અને તે વાત સામાવાળાઓને ગમતી ન હોય "તમે ગામમાં કેમ આવો છો..? તમારે ગામમાં આવવાનુ નથી." તેમ કહીને ઝઘડો કરી ગાળો આપીને ગામમાં આવશો તો જાનથી મારી નાંખશુ તેવી ધમકી આપી એકસંપ કરીને પાવડાના લાકડાના હાથા વતી તેમજ કુહાડી વડે ફરીયાદી સહીતના સાહેદો ઉપર હુમલો કરીને માથામાં ગંભીર ઇજાઓ તથા શરીરે ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી હતી જેથી વાંકાનેર પોલીસે કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૩૫ મુજબ વળતી ફરીયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરેલ છે.




Latest News