વાંકાનેરમાં કણકોટ ગામે ગરબીમાં બાકીમાં ફાળો લખવાની ના પાડયાનો રોષ રાખીને ધારીયુ, તલવાર વડે હુમલો
મોરબીમાં દિવાળીના તહેવારો પર જ જાહેર માર્ગો પર ગટરના પાણીના તળાવો..!
SHARE









મોરબીમાં દિવાળીના તહેવારો પર જ જાહેર માર્ગો પર ગટરના પાણીના તળાવો..!
વેપારીઓ-રહેણાંકવાસીઓ પરેશાન :ચિત્રકુટ સિનેમા પાછળના વિસ્તારમાં ત્રાસ
મારુ મોરબી સ્વચ્છ મોરબીના નારા લગાવતી ભાજપ શાસિત મોરબી પાલિકામાં દિવાળીના તહેવારોના દિવસોમાં જાહેર માર્ગો પર ભુગર્ભ ગટરના પાણીના તલાવડાથી વેપારીઓ, રહેણાંકવાસીઓ રાહદારીઓને ખરીદી કરવા જવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
મોરબીના રેલવે સ્ટેશન રોડ પર ચિત્રકુટ સિનેમા પાછળ શેરીમાં મેઇન રોડ પર છેલ્લા ઘણાં સમયથી ભુગર્ભ ગટરો ઉભરાવાનો પ્રશ્ર્ન છે. અહીંયા શેરીમાં રહેતા રહેણાંકવાસીઓને મેઇન રોડનાં વેપારીઓ ગટરના પાણીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દિવાળીમાં ધંધો કરવો મુશ્કેલ બન્યો છે. આ રોડ પર ફર્નિચર, ફૂટવેર,મોબાઈલ સહિતના વેપારીઓ છે. પાલિકામાં અવારનવાર રજૂઆતો કરી છે છતા પ્રશ્ર્ન અધ્ધરતાલ છે. તાકીદે ઉભરાતી ગટરો બંધ કરવા માંગ કરી રહ્યા છે.
