માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડમાં આગથી સવા કરોડથી વધુનું નુકશાન: ખેડૂતો-વેપારીઓને તાત્કાલિક વળતર ચૂકવવા લલિત કગથરાની માંગ


SHARE

















મોરબી માર્કેટ યાર્ડમાં આગથી સવા કરોડથી વધુનું નુકશાન: ખેડૂતો-વેપારીઓને તાત્કાલિક વળતર ચૂકવવા લલિત કગથરાની માંગ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના સેમાં કોઈ કારણોસર વિકરાળ આગ લાગી હતી જેથી કરીને મોરબી, માળિયા અને ટંકારા તાલુકામાંથી કપાસ લઈને આવેલા ખેડૂતોનો માલ બળીને ખાખ થઈ ગયો છે અને ખેડૂતોનો લગભગ ૧૨ હજાર મણ કરતાં વધુ કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું ખેડૂતો કહી રહ્યા છે અને આગને કાબૂમાં લેવા માટે પાલિકાના ત્રણ ફાયર ફાયટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ આગ કાબુમાં ન હોવાથી આસપાસના બીજા શેની અંદર પટેલ કપાસ સહિતના જણસ પણ આગની ઝપેટમાં આવી જાય તેની ચિંતા ખેડૂતોમાં જોવા મળતી હતી અને આ આગના લીધે સવા કરોડથી વધુનું નુકશાન હોવાનું જાણવા મળ્યું છે

આગામી દિવસોમાં દિવાળી આવી છે જેથી કરીને માર્કેટિંગ યાર્ડ તારીખ બે થી બંધ થવાનું હતું જેથી કરીને ખેડૂતોએ દિવાળી પહેલાં પોતાની જણસ વેચાઈ જાય અને રોકડ રકમ તેના હાથ ઉપર આવે અને પોતાના ઘર પરિવારની જરૂરિયાત મુજબની વસ્તુઓની ખરીદી કરી શકે તે પોતાનો માલ વેચવા માટે કપાસનો જથ્થો લઈને આજે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવ્યા હતા અને તેમાં મોરબી, માળીયા અને ટંકારા તાલુકાના ખેડૂતો કપાસ લાવ્યા હતા આવ્યા હતા દરમિયાન કોઈ કારણસર બપોરના અરસામાં કપાસના સેડમાં વિકરાળ આગ લાગી હતી જેથી કરીને આગની ઝપેટમાં જોતજોતામાં યાર્ડના સેડ નંબર ૧ ની અંદર મૂકવામાં આવેલ કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો અને સ્થાનિક ખેડૂતો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ત્રણ તાલુકાના ખેડૂતો ૫૦ થી લઈને ૨૦૦ મણ સુધીનો કપાસ લઇને પોતાનો માલ વેચવા માટે આવ્યા હતાં અને આગ લાગવાના કારણે ખેડૂતો માલ બળીને ખાખ થઇ ગયો છે જેથી કરીને સવા કરોડથી વધુનું નુકશાન થયેલ છે

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ અમુક કપાસની હરાજી કરવામાં આવી હતી જોકે જોખીને તે લેવામાં આવ્યો ન હતો જેથી કરીને વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવેલ કપાસ હજુ તેઓએ લીધેલ ન હતો જેથી કરીને ખેડૂતો અને વેપારી બંનેને નુકશાન થયેલ છે જો ફાયર સેફ્ટીની વાત કરીએ તો મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણ તાલુકાના ખેડૂત પોતાનો માલ વેચવા માટે આવે છે પરંતુ અહીંયાં ફાયર સેફટીના નામે શૂન્ય હોય તેવું જોવા મળ્યું હતું અને મોરબી નગરપાલિકાના ત્રણ ફાયર ફાયટરોએ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો જોકે આગને કાબુમાં લેવામાં સમય લાગવાના કારણે મોરબી માર્કેટિંગ યાર્ડમાં કપાસનો મોટો જથ્થો બળીને ખાખ થઇ ગયો છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ધારાસભ્ય લલિતભાઈખેડૂતો તેમજ જે વેપારીઓનો માલ આગ લાગવાના કારણે બળીને ખાખ થઇ ગયો છે તેઓને સરકાર તરફથી વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી




Latest News