મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા-સુરક્ષા માટે લીધા શપથ


SHARE













મોરબી જીલ્લામાં કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા-સુરક્ષા માટે લીધા શપથ

રાષ્ટ્રની એકતાઅખંડતા અને સુરક્ષા જાળવી રાખવા માટે શનિવારના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલની આગેવાની હેઠળ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા લઇને સૌ કર્મચારીઓ પ્રતિબદ્ધ થયા હતા. અને કલેક્ટર કચેરીના સભા ખંડમાં આયોજિત કાર્યક્રમમાં નાયબ મામલતદાર નીખીલભાઇ જોષી દ્વારા અધિકારી-કર્મચારીઓએ રાષ્ટ્રની એકતાઅખંડતા અને સુરક્ષા જાળવી રાખવાદેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવાદેશ માટે પોતાનું યોગદાન આપવાની પ્રતિજ્ઞા લેવડાવામાં આવી હતી. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પ્રતિજ્ઞા સમારોહમાં મોરબી જિલ્‍લા કલેકટર જે.બી.પટેલ ઉપરાંતનિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર સહિત જિલ્‍લા કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં આવેલ સરકારી કચેરીઓ જેવી કેજિલ્લા પંચાયત કચેરીપ્રાંત અધિકારીની કચેરીઓમામલતદાર કચેરીઓતાલુકા પંચાયત કચેરીઓએસ.ટી. ડેપોજિલ્લા માહિતી કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓમાં અધિકારી અને કર્મચારીઓ દ્વારા એકતા શપથ લેવામાં આવ્યા હતા






Latest News