મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ ધામધુમથી ઉજવાશે


SHARE







મોરબી જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ ધામધુમથી ઉજવાશે

મોરબી જલારામ મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ બપોરે-સાંજે મહાપ્રસાદ સહીત સપ્તવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને આવી જ રીતે છેલ્લા ૧૧ વર્ષથી ભક્તિભાવ સાથે જલારામ બાપાની જન્મજયંતિ મંદિરે ઉજવાઇ રહી છે અને તેની સાથે વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ આયોજન પણ કરવામાં આવ્યું છે તેમજ પ્રભાતધૂન, જલારામબાપાનુ પૂજન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, વૈદિક યજ્ઞ, બપોરે-સાંજે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૧૧-૧૧૧ ગુરુવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ.જલારામબાપા ની ૨૨૨મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે પૂ. જલારામ બાપા નુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, સાંજે ૫ કલાકે વૈદિક યજ્ઞ, ૬:૩૦ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો દ્રારા કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે. આમંત્રિત વિશેષ વ્યક્તિઓનુ નામ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે જે જલારામ જયંતિ ના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમ મા સર્વજ્ઞાતિય જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.






Latest News