Morbi Today
મોરબીના કાંતિનગરમાં રોડ-રસ્તા માટે કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત
SHARE
મોરબીના કાંતિનગરમાં રોડ-રસ્તા માટે કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત
મોરબી જિલ્લા કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના મહિલા પ્રમુખ જીનતબેન અબ્દુલભાઈ મોડ, શહેર મહિલા પ્રમુખ કલ્પનાબેન પરમાર તેમજ કાંતિનગર વિસ્તારના લોકોએ પાલિકાના ચીફ ઓફિસર તેમજ માર્ગ મકાન વિભાગ કાર્યપાલક એન્જિનિયરને આવેદનપત્ર આપીને તેઓના વિસ્તારમાં રોડ રસ્તા બનાવવામાં આવે તેવી માંગ કરી છે. અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ કાંતિનગરમાં ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત થયો હતો જેમાં નિર્દોષ બાળકનું મોત નીપજ્યું હતું.









