મોરબીના કાંતિનગરમાં રોડ-રસ્તા માટે કોંગ્રેસની ચીફ ઓફિસરને રજૂઆત
મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ: ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ
SHARE
મોરબી જિલ્લામાં સોશિયલ મીડિયા ઉપર વોચ: ગણેશોત્સવમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ
સુરતમાં બનેલી ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ બની છે ત્યારે મોરબી જિલ્લામાં ગણેશ ઉત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવી રહી છે. અને ધાર્મિક લાગણી દુભાઈ એવા કૃત્યો ન કરવા પ્રજાજોગ સૂચનાઓ પણ પોલીસ દ્વારા જાહેર કરાઈ છે.
મોરબીના એસપીની હાજરીમાં લોક શાંતિ સમિતિની બેઠક અને ફૂટ પેટ્રોલીંગ બાદ મોરબી જિલ્લા પોલીસે પ્રજાજોગ સંદેશ આપેલ છે જેમાં જણાવ્યુ છેકે, હાલ ગણેશ ઉત્સવનો તહેવાર ચાલુ છે જેમાં ઉશ્કેરણીજનક કે ધાર્મીક લાગણી દુભાય એવા કોઇ મેસેજ કે અફવા સોશિયલ મિડીયામાં મોકલાવવી કે ફોરવર્ડ કરવી નહીં. જીલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ દ્રારા આ બાબતે વ્હોટએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટવીટર, જેવા સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર અલગ-અલગ ટીમ બનાવીને વોચ રાખવામા આવી રહી છે અને જો આવી પ્રવૃતી કરતા ઇસમ પકડશે તો તેની સામે પોલીસ દ્વારા કાયદાકીય પગલા લેવામાં આવશે. અને આવી પ્રવૃતિ કોઈના પણ ધ્યાને આવે તો પોલીસ સ્ટેશન અથવા તો નજીકના પોલીસ કર્મચારીનો સંપર્ક કરીને તેને જાણ કરવા માટે અપીલ કરેલ છે. અને જીલ્લા પોલીસ કંટ્રોલરૂમ મો.નં.- ૭૪૩૩૯૭૫૯૪૩ કે પછી ફોન ૦૨૮૨૨-૨૪૩૪૭૮ ઉપર જાણ કરવા જણાવ્યુ છે.









