મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના અનેક ગુનામાં ફરાર આરોપી ચાર મહિને પકડાયો


SHARE





























મોરબીમાં દારૂના અનેક ગુનામાં ફરાર આરોપી ચાર મહિને પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એક અને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન જુદા જુદા પાંચ એમ દારૂના છ ગુનામાં છેલ્લા ચાર માસથી એક બુટલેગર ફરાર હતો તેને બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે.

રેન્જ આઈજી અશોકકુમાર યાદવ દ્વારા સૂચના કરાયેલ હોય મોરબી જિલ્લા પોલીસવળા રાહુલ ત્રિપાઠી દ્વારા સ્ટાફને કડક સૂચના આપવામાં આવતા નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે પોલીસ સ્ટાફ વોચ તપાસમાં હતો.દરમિયાનમાં તાલુકા પોલીસ મથકના પીઆઇ એન.આર. મકવાણા તથા સ્ટાફના મહાવીરસિંહ પરમાર અને કેતનભાઇ અજાણાને મળેલ બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં ફરાર વિપુલભાઈ સોમાભાઈ લોદરીયા જાતે કોળી (૨૪) રહે.ગોપાલગઢ તાલુકો ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર વાળો કે જે છેલ્લા ચાર મહિનાથી દારૂના ગુનામાં નાસ્તો ફરતો હતો તે માળીયા હાઇવે ઉપર આવેલી ટીમડીના પાટીયા નજીક હોવાની બાતમી મળતા ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપી ઉપર તાલુકા પોલીસ ઉપરાંત બી ડિવિઝનમાં પણ દારૂના જુદા જુદા પાંચ ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુનાઓમાં પણ તેને પકડવાનો બાકી હોય તેમાં તેની ધરપકડો કરવામાં આવશે.આ કામગીરી તાલુકા પોલીસ મથકના પીઆઇ મકવાણા તથા પીએસઆઇ બી.એમ.બગડા અને સ્ટાફના સબળસિંહ સોલંકી, મહાવીરસિંહ પરમાર, કેતન અજાણા, રમેશ મુંધવા, અરવિંદ મકવાણા, ભગીરથ લોખીલ, દેવશીભાઈ મોરી, કુલદીપ કાનગડ, દીપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તાર નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ત્યાં રહેતા ઇન્દ્રાબા ગજેન્દ્રભા ઉર્ફે ગજુભા જાડેજા (ઉમર 70) ને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલએ સારવારમાં લઈ જવાયા હતા.

મહિલા સારવારમાં

મોરબીના નવા સેવા સદન સામે સોઓરડી નજીક રહેમતબેન અકબરભાઈ મોવર નામની મહિલા કોઈ અજાણ્યો પ્રવાહી પી જતા તેઓને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ તપાસ કરી હતી.
















Latest News