મોરબીમાં આહીર સેના આયોજિત નવરાત્રીમાં કલેકટર સજોડે હાજર રહ્યા મોરબી: ડ્રોન દીદી યોજના થકી મનિષાબેન રાંકજા બન્યા આત્મનિર્ભર મોરબી: હિટ એન્ડ રન પ્રકારના અક્સ્માતમાં મૃતક માટે સરકાર આપશે ૨ લાખનું વળતર મોરબીમાંથી ફૂડ વિભાગની ટીમે 73 નમૂના લીધા રાજકોટ ડિવિઝનના વાણિજ્ય નિરીક્ષકની સૂઝબૂઝના લીધે સગીર છોકરાને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાયો મોરબીમાં દશેરા નિમિત્તે પી.એલ.એચ.એ. દર્દીઓને મીઠાઇ-ફરસાણનું વિતરણ મોરબી નવયુગ સંકુલ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા સમૂહગાન પ્રતિયોગિતા યોજાઇ મોરબીમાં કાલે પરશુરામ ધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાશે
Morbi Today

માળિયા (મી)માં બકરા ચરાવવા ગયેલા દીકરાને માર મારનારાઓને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: પાંચ સામે ફરિયાદ


SHARE













માળિયા (મી)માં બકરા ચરાવવા ગયેલા દીકરાને માર મારનારાઓને સમજાવવા ગયેલા યુવાન ઉપર છરી વડે હુમલો: પાંચ સામે ફરિયાદ

માળિયા (મી)માં રહેતા યુવાનનો દીકરો બકરા ચરાવવા માટે થઈ ગયો હતો ત્યારે તેને માર માર્યો હતો જેથી યુવાન માર મારનારા શખ્સને ઘરે સમજાવવા માટે ગયો હતો ત્યારે તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને સાથળના ભાગે છરીનો એક ઘા માર્યો હતો તેમજ તેને હાથની આંગળીઓમા અને કપાળ ઉપર માર મારીને ઈજા કરી હતી અને ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હાલમાં પાંચ શખ્સોની સામે માળિયા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં ભગડિયા વિસ્તાર શહેનશાવલીના પાટિયા પાસે રહેતા યાસીનભાઈ ઈબ્રાહીમભાઇ જેડા જાતે મિયાણા (35)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇબ્રાહીમભાઇ કટિયા, બિલાલ કટિયા, સિકંદર કટિયા, આમદ કટિયા અને મહેરામણ ઉર્ફે ડાડું કટિયા રહે. બધા બેંગ વાંઢ શહેનશાવલીના પાટીયા પાસે માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેનો દીકરો બકરા ચડાવવા માટે થઈને ગયો હતો ત્યારે તેને ઈબ્રાહીમ કટિયાએ માર માર્યો હતો જેથી ફરિયાદી તેને સમજાવવા માટે ગયો હતો અને ત્યારે આરોપી ઈબ્રાહીમ કટિયાએ ઉશકેરાઈ જઈને ફરિયાદીને સાથળના ભાગે છરીનો એક ઘા માર્યો હતો અને બાકીના આરોપીઓએ ફરિયાદીને શરીરે, હાથના આંગળીઓમાં અને કપાળમાં માર મારીને ઇજા કરી હતી તેમજ ગાળો આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાળક સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા તોસીફભાઈ પઠાણ વર્ષનો દીકરો આમીન બાઈકમાં પાછળના ભાગે બેસીને મદીના સોસાયટી પાસેથી પસાર થઈ રહયો હતો ત્યારે અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઈજા થઈ હતી અને ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News