મોરબીના બંધુનગર પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં મૃતક ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો: રજડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત
SHARE
મોરબીના બંધુનગર પાસે સર્જાયેલ જીવલેણ અકસ્માતના બનાવમાં મૃતક ડમ્પર ચાલક સામે ગુનો નોંધાયો: રજડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર આખલો આડો આવતાં ડમ્પર તેની સાથે અથડાયું હતું અને વાહન ચાલકે તેના ડમ્પરના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જેથી કારમાં જઈ રહેલ યુવાન તથા ડમ્પરનો ચાલક અને ક્લીનર આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓના મોત નીપજયાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ ગત ઋષિ પાંચમના દિવસે વહેલી સવારે છએક વાગ્યાના અરસામાં મોરબીના બંધુનગર ગામ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ છે જેમાં મૂળ નવસારીના રહેવાસી અને હાલમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ વૈભવ હાઇટ્સ-એ 604 માં રહેતા પિયુષભાઈ બાબુભાઈ માલવીયા જાતે પટેલ (36)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 36 ટી 3484 ના ચાલક મૃતક વરુણભાઈ તોલસિંગ વાસ્કલે (30) ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમા તેને જણાવ્યું છે કે, ફરિયાદીના ભાઈ તુષારભાઈ બાબુભાઈ માલવિયા (30) તેના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજા (9) સાથે આર્ટિકા કાર નંબર જીજે 36 એએલ 7520 લઈને મોરબીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા ત્યારે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે વાંકાનેર બાજુથી મોરબી તરફ આવી રહેલ ડમ્પર ચાલકે તેના ડમ્પરની આડે આખલો આવતા તેની સાથે વાહન અથડાવ્યૂ હતું અને ત્યારબાદ ડમ્પરના ચાલકે તેના વાહનના સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા ડમ્પર ડિવાઈડર કૂદીને બાજુના રોડ ઉપરથી પસાર થતી ફરિયાદીના ભાઈની આર્ટિકા કાર ઉપર પડ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈ તુષારભાઈ માલવિયાનું મોત નિપજ્યું હતું તેમજ ટ્રક ડમ્પરના ક્લીનર મહેશભાઈ અમરસિંહ સિંગાર (23) અને ડમ્પર ચાલક વરૂણભાઇ તોલસિંગ વાસ્કલે (30) આ ત્રણ વ્યક્તિઓના મોત નીપજયાં હતા અને મૃતક તુષારભાઈના પત્ની સુવિધાબેન અને દીકરી દ્વિજાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના લીલાપર રોડ પર આવેલ વિલ્સન પેપર મીલ પાસે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રસ્તા ઉપરથી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 310 રૂપિયાની રોકડ કબજે કરી રવિભાઈ જયંતીભાઈ કગથરા (28) રહે. લીલાપર રોડ નિલકમલ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે