મોરબી જિલ્લામાં ખેતીના પાકોને 88 ટકાથી વધુ નુકશાન: ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની સરપંચો-ખેડૂતોની માંગ બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા મોરબીના આમરણ નજીક પોલીસે પીછો કરતાં અકસ્માત થયેલ કારમાંથી દારૂની 186 બોટલ નીકળી!: કાર ચાલક ફરાર
Breaking news
Morbi Today

મોરબી શહેર-ટંકારા તાલુકામાં દારૂની ચાર રેડ: 40 બોટલ દારૂ-11 બીયર સાથે ચાર શખ્સની ધરપકડ, એકની શોધખોળ


SHARE



























મોરબી શહેર-ટંકારા તાલુકામાં દારૂની ચાર રેડ: 40 બોટલ દારૂ-11 બીયર સાથે ચાર શખ્સની ધરપકડ, એકની શોધખોળ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તેમજ ટંકારા તાલુકા વિસ્તારમાં દારૂની જુદી જુદી ચાર રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 40 બોટલો તથા 11 બિયરના ટીન મળી આવ્યા છે જેથી કરીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી દારૂ અને બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને આપવાના હતા તે દિશામાં આગળની તપાસ શરૂ કરેલ છે

મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર કેશવાનંદ બાપુના આશ્રમની સામે રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની સાત બોટલો મળી આવતા પોલીસે 2240 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ઇમરાન ઉર્ફે ઈરાન નૂરમહંમદભાઈ મોવર જાતે મિયાણા (44) રહે. વીસીપરા સ્મશાન રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામેના ભાગમાં આવેલ શિવમ હોસ્પિટલની બાજુમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના 11 ટીન મળી આવતા પોલીસે 1,100 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુકેશભાઈ જેરામભાઇ આખજા જાતે પટેલ (44) રહે. ઉમા ટાઉનશીપ હરી-2 એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 103 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ટંકારા તાલુકાના હડમતીયા ગામે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 25 બોટલો મળી આવતા પોલીસે 12,280 ની કિંમતના દારૂના જથ્થા સાથે પ્રવીણભાઈ સગરામભાઇ અજાણા જાતે રબારી (32) રહે. હડમતીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં કાનાભાઈ કરસનભાઈ અજાણા રહે. હડમતીયા વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે આ બંને શખ્સની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાનાભાઈ અજાણાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ટંકારાની મીતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે 27,20 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ભોવનસીંગભાઇ ઇશ્રામભાઇ રાઠવા જાતે આદીવાસી (37) રહે હરીપર તાલુકો ટંકારા મૂળ રહે છોટા ઉદેપુર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવી શરૂ કરવામાં આવી છે












Latest News