મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં ભૂંડ, કુતરા અને રોજડાના લીધે જુદાજુદા ત્રણ અકસ્માત: ઇજા પામેલા ત્રણ યુવાન સારવારમાં


SHARE

















મોરબી શહેર-તાલુકા વિસ્તારમાં ભૂંડ, કુતરા અને રોજડાના લીધે જુદાજુદા ત્રણ અકસ્માત: ઇજા પામેલા ત્રણ યુવાન સારવારમાં

મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાં ભૂંડ, કુતરા અને રોજડાના લીધે જુદાજુદા ત્રણ અકસ્માત થયા હતા જેમાં ઇજા પામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા મનસુખભાઈ ભગવાનજીભાઈ પરમાર (21) નામનો યુવાન બાઈક લઈને આમરણ બેલા તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકની આડે રોજડુ ઉતરતા તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જેથી યુવાનને ઇજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબીના વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અહેમદભાઈ હમીરભાઇ જેડા (35) નામનો યુવાન જીંજુડા ગામથી રિક્ષા લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર પાસે તેની રીક્ષાની આડે ભૂંડ ઉતરતા રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે.

મોરબીના ટીમડી ગામના પાટીયા પાસે મફતીયાપરા વિસ્તારમાં રહેતો રાહુલ ભુપતભાઈ સુકેશ (29) નામનો યુવાન ફન હોટલની બાજુમાંથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકની આડે કૂતરું ઉતરતા યુવાને બાઇકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો આ અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News