મોરબીના નારણકા ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં
SHARE









મોરબીના નારણકા ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં
મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાના કારણે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે નારણકા ગામની સીમમાં વિપુલભાઈની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે મોરબીના ખેવારીયા ગામે રહેતા રામનંદનભાઈ કનૈયાલાલ પરમાર (40) નામના યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી
બાળકી સારવારમાં
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામેથી કુંતાસી બાઈકમાં બેસીને જઈ રહેલ લક્ષ્મીબેન માવજીભાઈ (7) નામની બાળકી મોરબી તાલુકાના હજનારી ગામ પાસે વળાંકમાં બાઈકમાંથી પડી જતા તેને ઇજા થઈને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દવા પી જતાં સગીર સારવારમાં
મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા મહેશભાઈ ચૌહાણનો 16 વરસનો દીકરો મેહુલ કોઈ કરણોસર કોક્રોચ મારવાની દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના રાજપર ગામે રહેતા મહેશભાઈ અમૃતભાઈ રાવલ (24) નામના યુવાનને સદગુરુ મિલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.
