મોરબીના નારણકા ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં
મોરબીના લીલાપર ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા ગાયનું મોત
SHARE









મોરબીના લીલાપર ગામે ઈલેક્ટ્રીક શોટ લાગતા ગાયનું મોત
મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે પ્રાથમિક શાળા પાસેથી ગાય પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોટ લાગતા તે ગાયનું મોત નીપજયું હતું જેથી આ બનાવની માલધારી દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા ભગવાનજીભાઈ કલોતરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી કે, મોરબી તાલુકાના લીલાપર ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળ વીજ કંપનીનું ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે ત્યાંથી ગાય પસાર થઈ રહી હતી ત્યારે ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા તે ગાયનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.
આરોપી પકડાયો
રાજસ્થાનના વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં ત્યાંની પોલીસ તપાસ માટે મોરબી આવી હતી અને અહીંની નિત્યાનંદ સોસાયટીમાં રહેતા ધવલ ગણેશભાઈ ઉઘરેજા જાતે પટેલ (30) વાળાને હસ્તગત કરીને રાજસ્થાન લઈ જવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે
બાઇક સ્લીપ
મોરબીના નજરબાગ પાસે આવેલ બૌદ્ધ નગર વિસ્તારમાં રહેતા દીપકભાઈ રવજીભાઈ ભંખોડીયા (39) નામનો યુવાન બાઈક લઈને નજર બાગ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં દીપકભાઈને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરી છે
યુવાન સારવારમાં
મોરબીની ભરવાડ શેરીમાં રહેતા સદ્દામ ઇમરાનભાઈ દિવાન (19) નામના યુવાનને ધોળેશ્વર રોડ ઉપર કબ્રસ્તાન પાસે હતો ત્યારે ત્યાં જનાવર કરડી જવાના કારણે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
