મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા


SHARE







મોરબીના અજય લોરિયાની ટીમે શહીદ જવાનના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કર્યા

થોડા સમય પહેલા જમ્મુ - કસ્મીરમાં જુદા જુદા આતંકી હુમલા કરવાં આવેલ જેમાં પંજાબના ૩ઉત્તરપ્રદેશના ૧કેરળના ૧ અને ગુજરાતના ખેડા જિલ્લાનો એક જવાન શહીદ થયેલ હતા ત્યારે આ છ શહીદ જવાનોએ દેશની સેવા કરતા શહીદ થયેલ હોય તેઓના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દેશભક્ત અને સેવાના ભેખધારી યુવાન, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા અને તેની ટીમ દ્વારા મોરબીના શનાળા રોડ ઉપર સુપર માર્કેટ પાસે અને બાપાસિતારામ ચોકમાં ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને બે દિવસમાં અજય લોરીયા અને તેની ટીમે ૧૧.૨૬ લાખ રૂપિયા એકત્રિત કર્યા હતા.

જેમાંથી હાલમાં અજયભાઈ લોરીયા અને તેની ટિમ દ્વારા ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં વણઝારીયા ગામના રહેવાસી શહિદ હરિશસિંહ પરમારના પરિવારને ૧.૭૫ લાખ અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત, ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર સહિતના હાજર રહયા હતા.વધુમાં સેવા એજ સંપતિ ફાઉન્ડેશનના મેન્ટોર અજયભાઇ લોરીયાએ જણાવ્યુ હતું કે, શહિદ થયેલા હરિશસિંહની તેઓ શહિદ થયા તેના એક સપ્તાહ પહેલા જ સગાઈ થઇ હતી અને તેઓ આંતકી હુમલામાં શહિદ થયા હતા.






Latest News