મોરબી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજના આચાર્યનાં વિદાય સમારોહમાં રાજ્ય મંત્રી મેરજા હાજર રહયા
મોરબી: ક્રાંતિકારી સેના દ્વારા કચ્છની બોર્ડરે જવાનીને મીઠાઇ આપી દિપાવલી ઉજવાઇ
SHARE









મોરબી: ક્રાંતિકારી સેના દ્વારા કચ્છની બોર્ડરે જવાનીને મીઠાઇ આપી દિપાવલી ઉજવાઇ
વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા ભારત-પાકિસ્તાન ઝીરો બોડર પર બીએસએફના જવાનો સાથે મીઠાઈ આપી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્ય સુરતના પિન્ટુલ કાકડીયા છેલ્લા પાંચ વર્ષથી કરે છે અને ભારત દેશની તમામ ઝીરો બોડર પર દર વર્ષે દિવાળીના પર્વે હજારો કિલ્લો મીઠાઈ જવાનોને આપે છે મીઠાઈ આપવાનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે બીએસએફના જવાનોને પરિવાર પ્રેમ મળે એકલુંના લાગે અને દેશના લોકો તેમની નજીક છે તેનો ખ્યાલ આવે આ કાર્ય માટે જ્યારે ક્રાંતિકારી સેનાને ગુજરાતની કચ્છ પરની બધી બોડરની જવાબદારી આપી હતી અને ઝીરો બોડર પર જવાનો મોકો મળ્યો હતો અને ક્રાંતિકારી સેનાને બીએસએફ શું છે તે નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે સવારે પહેલા બીએસએફ Water Wing Bhuj - Nakki Nala બોડર ગયા હતા ત્યાર બધા ત્યાંથી હરામિ નાળા બોડર પર ગયા અને ત્યાંની તમામ ચોંકી પર મીઠાઈ આપીને ત્યાંના જવાનો સાથે વાતચીત કરી હતી તેવું મોરબીના રાધે પટેલે માહિતી આપતા જણાવ્યુ હતું
