વાંકાનેર કોળી કેરિયર એકેડમી દ્વારા પોલીસ ભરતી માટે તાલીમ વર્ગનું આયોજન
વાંકાનેરના જીજ્ઞાશાબેન મેર સહિતના આગેવાનો આઇપીએસ હસમુખભાઇ પટેલને મળ્યા
SHARE









વાંકાનેરના જીજ્ઞાશાબેન મેર સહિતના આગેવાનો આઇપીએસ હસમુખભાઇ પટેલને મળ્યા
ગુજરાત રાજ્યની આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે લોક રક્ષક દળ (L.R.D) તથા પી.એસ.આઇ પરીક્ષામાં વિદ્યાર્થીઓની મુંઝવણના તમામ પ્રશ્નોના નિરાકરણ મળી રહે તથા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન મળી રહે એ હેતુથી આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર, ધ અચીવર્સ એકેડેમીના અધ્યક્ષ મેહુલભાઈ શાહ, મોરબી નગરપાલિકાના કાઉન્સિલ સુરેશભાઈ શિરોહિયા અને મોરબી કિશાન મોરચા પ્રવક્તા ગિરિરાજસિંહ ડી જાડેજાએ ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર આઇપીએસ ઓફિસર હસમુખભાઈ પટેલની રૂબરૂ મુલાકાત લીધી હતી અને મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓને આવનાર પરીક્ષા અંગે સચોટ માર્ગદર્શન અને પ્રોત્સાહન મળી રહેએ માટે ઘ અર્ચીવસ એકેડમી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી
