મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં બિલ્ડિંગની મંજુરી-ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા ફ્લેટ ધારકો હેરાન: કલેકટરને રજૂઆત


SHARE









મોરબીમાં બિલ્ડિંગની મંજુરી-ફાયર સેફ્ટીના અભાવે વીજ કનેક્શન ન મળતા ફ્લેટ ધારકો હેરાન: કલેકટરને રજૂઆત

થોડા સમય પહેલા રાજકોટ ગેમઝોન દુર્ઘટના બની હતી ત્યાર પછીથી મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવા ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન આપવામાં આવતા નથી જેથી કરીને લોકો હેરાન છે ત્યારે આ બાબતે ફ્લેટ ધારકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય કરવા માટે રજૂઆત કરી હતી.

મોરબીના જુદાજુદા વિસ્તારમાં નવ બહુમાળી બની રહ્યા છે જો કે, વીજ કનેક્શન આપવામાં આવતા નથી જેથી ફ્લેટ ધારકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે ત્યારે આજે આવા લોકો કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જણાવ્યુ હતું કે, તેઓને માલિકીના ફ્લેટમાં વીજ કનેક્શન પીજીવીસીએલ દ્વારા આપવામાં આવી રહ્યા નથી. જેથી કરીને ફ્લેટના માલિકો હોવા છતાં ભાડાના મકાનમાં રહેવું પડે છે. અને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ફ્લેટ ધારકોને વીજ કનેક્શન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ઘણા બિલ્ડિંગમાં મંજૂરી નથી અને ફાયર સેફ્ટી પણ નથી જેથી પીજીવીસીએલ નવા મીટરની મંજૂરી નહીં આપે જો આવા બિલ્ડિંગમાં ભવિષ્યમાં રાજકોટ ગેમઝોન જેવી દુર્ઘટના થાય તો જવાબદાર તંત્ર ઠરશે. જેથી કરીને બાંધકામ મંજૂરી અને ફાયર સેફ્ટી માટે ફ્લેટ ધારકો બિલ્ડરને ફરિયાદ કરી શકે છે.




Latest News