માળીયા(મી)ના ચીખલીમાં જમીન પચાવી પાડનાર ચારની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
વાંકાનેર બાઉન્ડ્રીએથી ૩૭૪ બોટલો દારૂ ભરેલ બોલેરો સાથે એકને દબોચ્યો: બેની શોધખોળ
SHARE









મોરબી એલસીબીની ટીમે વાંકાનેર બાઉન્ડ્રીએથી ૩૭૪ બોટલો દારૂ ભરેલ બોલેરો સાથે એકને દબોચ્યો: બેની શોધખોળ
મોરબી જીલ્લામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતા બોલેરો પીકઅપ વાહનને રોકીને આ એલસીબીની ટીમે ચેક કર્યું હતું ત્યારે તે વાહનમાથી અંગ્રેજી દારૂની બે લીટરની ૩૭૪ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪,૫૬,૦૦૦ નો દારૂ અને અન્ય મુદામાલ મળી કુલ ૯,૬૧,૫૦૦ ના મુદામાલ સાથે હલમ એક આરોપીની ધરપકડ કરેલ છે
દિવાળીના તહેવાર અનુસંધાને મોરબી જિલ્લામાં ગેરકાયદેસર ચાલતી પ્રોહી જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા રેન્જ આઇજી તરફથી સૂચના આપવામાં આવેલ છે ત્યારે એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને તેની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને એલસીબીના પૃથ્વીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઇ કુગસીયાને સયુકત ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, અમદાવાદ તરફથી બોલેરો પીકઅપ વાહન નં. જીજે ૨૭ એક્સ ૭૭૬૮ રાજકોટ તરફ દારૂ ભરીને જનાર છે જેથી કરીને સ્ટાફના માણસો વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચમાં હતા ત્યારે બોલેરો પીકઅપ વાહન નં. જીજે ૨૭ એક્સ ૭૭૬૮ ત્યાથી નિકળ્યું હતું જેને રોકીને ચેક કરતા બોલેરોમાં પુઠ્ઠાના બોકસમાંથી જુદી જુદી બ્રાન્ડની બે લીટરની ક્ષમતા વાળી મોટી બોટલોનો જથ્થો મળી આવેલ હતો જેમાં રોયલ ચેલેન્જ ફીનેસ્ટ પ્રિમીયમ વ્હીસ્કીની ૯૬ બોટલો, રોયલ સ્ટેગ રીઝર્વ વ્હીસ્કીની ૧૫૦ બોટલો, મેગ્ડોવેલ -૦૧ રીઝર્વ વ્હીસ્કીની ૧૨૦ બોટલો અને સીગ્નેચર રેર અગેડ વ્હીસ્કીની ૮ બોટલો હતી તેમજ બોલેરો પીકઅપ વાહન જેની કિંમત પાંચ લાખ, બે મોબાઇલ ફોન સહિત પોલીસે ૯,૬૧,૫૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે
હાલમાં આ દારૂના જથ્થા સાથે એજાજભાઇ ઇકબાલભાઇ પતાણી સુમરા રહે. ગોંડલ રોડ ખોડીયાર નગર રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને માલ ભરાવી આપનાર સલીમભાઇ પિંજારા રહે. રાજકોટ અને માલ મંગાવનાર વ્યકિતને પકડવા માટે પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભી, પીએસઆઈ એ.ડી.જાડેજા, સંજયભાઇ પટેલ, રજનીકાંતભાઇ કૈલા, પો.હેડ કોન્સ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગસીયા, રણવીરસિંહ જાડેજા, અશોકસિંહ ચુડાસમાએ કરી હતી
