મોરબી યાર્ડમાં આગથી દોઢ કરોડનો કપાસ ખાખ: તાત્કાલિક વળતર અપાવવા પ્રતિનિધિઓ પ્રયત્નશીલ
મોરબીમાં છેતરપીંડી અને ક્વોરોન્ટાઇન સેન્ટરમાંથી નાશી જવાના ગુનામાં આરોપીની ધરપકડ
SHARE









મોરબીમાં છેતરપીંડી અને ક્વોરોન્ટાઇન સેન્ટરમાંથી નાશી જવાના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના છેતરપીંડી તથા ક્વોરોન્ટાઇન સેન્ટરમાંથી નાશી જવાના ગુન્હામાં છેલ્લા દોઢેક વર્ષથી આરોપી નાસતો ફરતો હતી જે આરોપીને રાજકોટ ખાતેથી મોરબી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દબોચી લીધેલ છે
મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા એલ.સી.બી.ના પીઆઇ વી.બી.જાડેજાને સુચના આપેલ હતી જેથી કરીને પીએસઆઈ એન.બી.ડાભી અને એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમ કામ કરી રહી હતી તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ આઇ.પી.સી. કલમ ૪૭૧, ૪૦૬, ૪૨૦ તથા આઇ.પી.સી. કલમ ૨૨૪, ૨૭૧, ૨૭૦, ૧૮૮ તથા એપેડેમીક એકટ કલમ ૩ મુજબના ગુન્હાના કામના નાસતા ફરતા આરોપી પ્રશાંતભાઇ ઉર્ફે પ્રદિપ ઉર્ફે શિવ વ્રજલાલભાઇ ઉર્ફે વજુભાઇ કોડીનારીયા જાતે પટેલ (ઉ.૩૪) રહે. જામનગર ૮૦ ફૂટ રોડ મેહુલનગર ટેલીફોન એક્સચેંજ પાસે બ્લોક નં.એફ -૩૮ જામનગર મુળ રહેમાધુપુર (ગીર) તાલાળા વાળો હાલ રહે. રાજકોટ કોઠારીયા રોડ રામાપીર સર્કલ પાસે ડાયમંડ પાર્ટીપ્લોટ સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટ બ્લોક નં .૧૦૧ વાળાને રાજકોટ કોઠારીયા રોડ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે . આમ, છેલ્લા દોઢેક વર્ષથી છેતરપીંડી તથા ક્વોરોન્ટાઇન સેન્ટરમાંથી નાશી જવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પડેલ છે
