અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નિપજાવનારા અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







વાંકાનેર નજીક રાહદારી યુવાનને હડફેટે લઈને મોત નિપજાવનારા અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર ચંદ્રપુર નજીક શ્રીનાથજી વેબ્રિજ પાસેથી પગપાળા યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને માથા તથા જમણા પગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ હાલમાં અજાણી કારના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ રાતીદેવરી રામાપીરના મંદિર સામે રહેતા રોહિતભાઈ ધારાભાઈ વિકાણી (27)એ હાલમાં અજાણી કારના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર ચોટીલા હાઇવે રોડ ઉપર ચંદ્રપુર નજીક આવેલ શ્રીનાથજી વેબ્રિજ પાસેથી તેઓના પિતા ધારાભાઈ લાલજીભાઈ વિકાણી (45) પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કોઈ અજાણી કારના ચાલકે તેના પિતાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના પિતાને માથા અને જમણા પગમાં ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News