મોરબીમાં છેતરપીંડી અને ક્વોરોન્ટાઇન સેન્ટરમાંથી નાશી જવાના ગુનામાં આરોપીની ધરપકડ
મોરબીમાં એનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા રક્તદાન-માતૃશક્તિ સન્માનનો કાર્યક્રમ યોજાયો
SHARE









મોરબીમાં એનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ દ્વારા રક્તદાન-માતૃશક્તિ સન્માનનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં અનેક સંસ્થાઓ દ્વારા અનેકવિધ સેવાકીય કાર્યો દ્વારા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવે છે ત્યારે વધુ એક બિન સરકારી એનજીઓ "અનસ્ટોપેબલ વોરિયર્સ" નો એકતા દિવસ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતીથી પ્રારંભ કરવામાં આવેલ છે અને મોરબી સરસ્વતી સોસાયટીમાં યોજાયેલ કાર્યક્ર્મમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, મહંત દામજી ભગત, મહંત પ્રભુ ચરણજી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ કાર્યકર્તાઓને બિરદાવ્યા હતા આ સંસ્થાનો મુખ્ય હેતુ માનવ સેવાનો છે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા, ગરીબ બાળકોને રાહતદરે સ્ટેશનરી પુરી પાડવી, સાક્ષરતા દર ઉંચો લાવવા પ્રયત્નો કરવા, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે કાર્યો કરવા,સ્ત્રી-સશક્તિકરણને વેગ મળે તે માટે લઘુ ઉદ્યોગ, ભરત ગૂંથણ જેવા વર્ગો ચલાવવા, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચે,લોકો સરકારી યોજનાઓને સમજે,લાભ લે એ માટે જાગૃતિ કાર્યક્રમો કરવા, આફતો વખતે લોકોને મદદ પુરી પાડવી આવા હેતુઓ સાથે આ "અનસ્ટોપેબલ વોરિયર્સ" ટ્રષ્ટની સ્થાપના કરવામાં આવી છે આ કાર્યક્રમમાં માતૃશક્તિનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ફરઝાનાબેન ખુરેશી, કિરણબેન દવે, ભૂમિકાબેન પટેલ, રંજનબેન મકવાણા, દક્ષાબેન કગથરા, શાહેરાબાનું પઠાણ, ધરતીબેન બરાસરા, પીયૂતાબેન પટેલ, ભાવનાબેન સવાડિયા, નિરાલીબેન જાવીય,ચારુલબેન રામાનુજનો સમાવેશ થાય છે
