અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેરડા ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા


SHARE







વાંકાનેરના ભેરડા ગામે વીજળી પડતા મૃત્યુ પામેલા યુવાનના પરિવારને સરકારી સહાયના ચાર લાખ ચૂકવાયા

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે હમીરભાઈ અમરશીભાઈની ખાણમાં સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વિરેન્દ્ર ઉમાશંકર યાદવ (35) નામનો યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે 19/7/24 ના રોજ આકાશી વીજળી પડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો આ બનાવની ગામના તલાટી મંત્રી દ્વારા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મૃતકના પરિવારને સરકારી સહાય મળે તેના માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકાના ટીડીઓ સહિતની ટીમે મૃતકના પરિવારને યુપીના રાનીગંજ વિસ્તારમાંથી શોધીને તેના પત્ની સરિતાબેન વિરેન્દ્રભાઈ યાદવને સરકાર તરફથી મળવાપાત્ર થતી 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જિજ્ઞાશાબેમ મેર તેમજ અધિકારી સહિતના હાજર રહ્યા હતા.






Latest News