હળવદમાં પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિના શરતી જામીન મંજુર
SHARE
હળવદમાં પત્નીને મરવા મજબુર કરવાના ગુનામાં પતિના શરતી જામીન મંજુર
હળવદમાં પત્ની આપઘાત કેસમાં પરિણીતાને મરવા મજબુર કરવાના કેસમાં આરોપી પતિએ મોરબી પ્રિન્સીપાલ ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી શરતી જામીન મંજુર કર્યા છે.
હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ફરિયાદીની દીકરીને આરોપીએ ચારિત્ર બાબતે ખોટા વહેમ કરી મેણા ટોણા મારી ત્રાસ આપતા દીકરીથી ત્રાસ સહન નહિ થતા નર્મદા કેનાલમાં પડી ડૂબી જતા મોત થયું હતું જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી જે કેસમાં આરોપી વાલજી અરજણભાઈએ જામીન મેળવવા જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા મારફત કોર્ટમાં જામીન અરજી કરી હતી.જેમાં બચાવ પક્ષના વકીલે વિવિધ દલીલો રજુ કરી હતી તેમજ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને બચાવ પક્ષના એડવોકેટ દિલીપ આર અગેચણીયાની તમામ દલીલો માની આરોપીની જામીન અરજી મંજુર કરી છે.આરોપી તરફે જીલ્લાના સીનીયર એડવોકેટ દિલીપ આર અગેચણીયા, યુવા એડવોકેટ જીતેન ડી અગેચણીયા, જે ડી સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, કુલદીપ ઝીન્ઝુંવાડિયા, ક્રિષ્ના જારીયા, આરતી પંચાસરા રોકાયેલ હતા.