મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વેપારી કરેલ ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીને એક વર્ષની સજા


SHARE









મોરબીના વેપારી કરેલ ચેક રિટર્નની ફરિયાદમાં આરોપીને એક વર્ષની સજા

મો૨બીની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં ફરિયાદીના વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીને મા સજાનો હુકમ કરતો ચુકાદો એક વર્ષની સજા તેમજ ચેકની ૨કમના ૨૦ ટકા દંડ સહિતની રકમ ચુકાવવા માટેનો આદેશ કરેલ છે

આ કેસની હકીકતો એવી છે કે મોરબીના સીરામીકના વેપારી જયકુમાર નવનીતરાય કાવઠીયા તે આઈવોક સેનીટેરી વેર્સના ભાગીદારે ઈન્દોરના વેપારી આકાશ ટ્રેડર્સના પ્રોપ્રાઈટર આકાશ ગુપ્તા સામે નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ચેક પાછો ફર્યાની ફરીયાદ કરી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદપક્ષની કાયદાકીય ધારદાર રજુઆતો દલીલો ઘ્યાને લઈને મો૨બીની અદાલતે ઈન્દોરના વેપારી આકાશ ગુપ્તાને એક વરસની સજા તેમજ ચેકની ૨કમ ૨,૫૦,૬૧૯ તથા ચેકના ૨૦ % એટલે કે, ૫૦,૧૨૪ આમ કુલ મળીને ૩,૦૦,૭૪૩ ફરીયાદીને ૬૦ દિવસમાં ચૂકવવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે મોરબીના એડવોકેટ એન્ડ નોટરી ભાવેશ ડી.ફુલતરીયા, રાજેશ જે.જોષી તથા મીલનભાઈ ઓરીયા વકીલ તરીકે રોકાયેલા હતા.




Latest News