હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ


SHARE







મોરબીના ખાનપર ગામે સુલેહ શાંતિ ભંગ કરવા ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરતાં રજૂઆત કરાઇ

મોરબીના ખાનપર ગામે ખોટા લેન્ડ ગ્રેબિંગ કેસ કરીને ગામની સુલેહ અને શાંતિ ભંગ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે અરજદાર જમીનમાં શરત ભંગ કરાતો હોવા અંગે ગ્રામ પંચાયતે મામલતદારને લેખિત રજૂઆત કરી છે

મોરબીની ખાનપર ગ્રામ પંચાયતના સરપંચ ખંતીલભાઈ ભીમાણીની આગેવાનીમાં મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે, ખાનપર ગામના અને હાલ મોરબી રહેતા અરજદાર પ્રવીણભાઈ કાનજીભાઈ બાર દ્વારા મહેસુલ વિભાગમાં અરજી કરેલ છે અને તેને સાંથણીમાં મળેલ જમીનમાં તળાવ સંપાદન થયેલ છે તો શું આ જમીન અરજદારને પછી મળવાલાયક છે અને જમીનનો તેમની પાસે કબજો પણ હતો નહિ ખાનપર ગામે સાંથણી વાળી જમીનની બે વાર માપણી થઇ ગયેલ છે જેમાં અરજદારની જમીનની માપણી થયેલ છે કે કેમ ? અમારી જાણ મુજબ જમીનની માપણી થયેલ જ નથી કારણકે તેમની પાસે જમીનનો કબજો હતો નહિ જેથી વ્યક્તિને જમીન મળવા પાત્ર નથી

સરકારી ખરાબો હોવાથી ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ અહી વૃક્ષો વાવ્યા હતા અને અરજદારની જમીનનો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરાયો નથી હાલમાં ખાનપર ગામે આવેલ વર્ષો જૂની ગોમ્ટેશ્વર મહાદેવ મંદિર જગ્યામાં દબાણ કરેલ હોય તેવી લેન્ડ ગ્રેબિંગ અરજી કરલે છે અને જગ્યામાં આવું કોઈ દબાણ કરાયું નથી વર્ષોથી આ જગ્યા સમસ્ત ગ્રામજનો સાર્વજનિક હેતુ માટે ઉપયોગ કરાય છે આવી ખોટી અરજીઓ કરી ગામની સુલેહ અને શાંતિ ભંગ થાય તેવું છે જેથી કરીને આવી ખોટી અરજીઓ રદ કરવામાં આવે તે જરૂરી છે






Latest News