મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે યુવાન અને તેની માતા-પત્નીને માર મારવાના ગુનામાં 6 સામે કાર્યવાહી


SHARE







મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે યુવાન અને તેની માતા-પત્નીને માર મારવાના ગુનામાં 6 સામે કાર્યવાહી

મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો હતો ત્યારબાદ વાતચીત કરવાના બહાને યુવાન તેના માતા અને પત્નીને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને યુવાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી તે ગુનામાં 6 આરોપીને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી.

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે ડિવાઇન પાર્કમાં આવેલા સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (42)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજાવિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરાનિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા અને ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામા રહે. બધા સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કેતેઓના માતા સવિતાબેન અને આરોપી વિશાલ ઘોડાસરાના માતા વચ્ચે પાર્કિંગમાં ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ફરિયાદીના માતાને પાર્કિંગ ખરાબ થતું હોય ત્યાંથી ચપ્પલ પહેરીને ન જવા માટે થઈને કહેવામાં આવ્યું હતું

ત્યારબાદ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં નરેન્દ્રભાઈને ફોન કરીને વાતચીત કરવા માટે એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં વિશાલભાઈ તેના માતા સવિતાબેન અને તેના પત્ની શોભનાબેન અગાસી ઉપર ગયા ત્યારે તેઓને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા દ્વારા આરોપી કેવલ કારુભાઇ વિરમગામ (24), પિયુષ ગોકળભાઈ સવસાણી (34), ધવલ નાનજીભાઈ જીવાણી (30), વિશાલ અમરશીભાઈ ઘોડાસરા (28), નિલેશ પ્રભુભાઈ બારૈયા (45) અને ભાવિક કારુભાઇ વિરમગામા (28) રહે બધા સત્ય એપાર્ટમેન્ટ વાળાને પકડીને તેની સામે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી






Latest News