મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરની અંદર પરિણીતાએ ન કરવાનું કરી નાખ્યું: મામલો પોલીસ સુધી પહોચ્યો


SHARE









મોરબીમાં ઘરની અંદર પરિણીતાએ ન કરવાનું કરી નાખ્યું: મામલો પોલીસ સુધી પહોચ્યો

મોરબીના શનાળા ગામ નજીક આવેલા લાઇન્સનગર પાસે જીઈબીની ઓફિસની બાજુમાં રહેતી પરણીતાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનો મોત નીપજયું હતું જે બનાવની મૃતક મહિલાના પતિ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ નેપાળના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા ગામ પાસે આવેલા લાઇન્સનગરમાં જીઇબી ની ઓફિસ પાસે રહેતા પ્રેમભાઈ તિલ્લુભાઈ ખાણ (29)એ તેની પત્ની ઝરણાબેન પ્રેમભાઈ ખાણ (22)એ પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધેલ છે તે પ્રકારની જાણ મોરબી એ ડિવિઝન પોલીસને કરી હતી અને ત્યારબાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધ કરી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ કરવામાં આવી રહી છે અને આગળની તપાસ પીએસઆઇ એચ.આર. જાડેજા ચલાવી રહ્યા છે

યુવાન સારવારમાં

ધાંગધ્રા તાલુકાના હરીપર ગામે શિવજી મંદિરની પાછળના ભાગમાં રહેતા પટેલ કિરીટભાઈ (40) નામનો યુવાન પોતાના ઘરેથી વાડીએ જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેના બાઈકની આડે કૂતરૂ આવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને બાઈક સ્લીપ થઈ ગયું હતું તે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ ધાંગધ્રા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ભાવપર ગામે આવેલ ચિન્મયનગરમાં રહેતા નથુભાઈ થોભણભાઈ દાવા (79) નામના વૃદ્ધ બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીમાં આવેલ સમર્પણ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર સમર્પણ હોસ્પિટલ પાસે બાઈક સ્લીપ થયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યો બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News