હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારામાં જૂનું મનદુખ રાખીને બાઈકની પાછળ કારથી ટક્કર મારી વૃદ્ધની હત્યા કરવાનો પ્રયાસ: બે સામે ફરિયાદ


SHARE









ટંકારામાં જૂનું મનદુખ રાખીને બાઈકની પાછળ કારથી ટક્કર મારી વૃદ્ધની હત્યા કરવાનો પ્રયાસ: બે સામે ફરિયાદ

ટંકારાની લતીપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ નીચેથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના કૌટુંબિક ભત્રીજાને જે યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેના પિતા દ્વારા મનદુઃખ રાખીને તેની બ્રેઝા ગાડી વડે વૃદ્ધના બાઇકને ટક્કર મારવામાં આવી હતી અને વૃદ્ધ બાઇક ઉપરથી નીચે પડી જતાં તેના ઉપર ગાડી ચડાવી દઈને તેની હત્યા કરવાનો પ્રયાસ કારમાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીક શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં ડેરીનાકા પાસે કન્યા શાળાની પાછળના ભાગમાં રહેતા રાણાભાઇ સંગ્રામભાઈ ટોળીયા જાતે ભરવાડ (60)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હકાભાઇ મશરૂભાઈ ઝાપડા રહે. ટંકારા અને એક અજાણ્યો શખ્સ આમ બે શખ્સોની સામે હત્યના પ્રયાસની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓના કૌટુંબિક ભાઈ નાગજીભાઈ ખેંગારભાઈના દીકરા વિજયને આરોપી હકાભાઇ ઝાપડાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અગાઉ નાગજીભાઈએ હકાભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી અને ત્યારે રાણાભાઈ ફરિયાદી તેના કૌટુંબિક ભાઈ નાગજીભાઈના સમર્થનમાં હતા જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીએ પોતાના હવાલા વાળી બ્રેઝા ગાડી નંબર બીઆર 1 ઇએ 4682 જેમાં અન્ય એક શખ્સ પણ બેઠેલો હતો તે ગાડીથી રાણાભાઇના બાઇક નંબર જીજે 36 એચ 5635 ને પાછળથી ટક્કર મારીને હુમલો કર્યો હતો જેથી કરીને રાણાભાઇ રસ્તા ઉપર નીચે પડી ગયા હતા અને તેમને જાનથી મારી નાખવાના ઇરાદે તેમના ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જો કે, ત્યારે રાણાભાઇ રસ્તા ઉપરથી ખસી ગયા હતા પરંતુ તેઓને શરીરે નાના મોટી ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ રાણાભાઈએ હાલમાં બે શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરી છે




Latest News