વાંકાનેર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE









વાંકાનેર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નર્સરી ચોકડી પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાયુ હતું જેથી બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેને સારવાર માટે લઈ ગયા હતા જોકે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર પરશુરામ પોટરી લાઈન પટેલવાડી પાછળના ભાગમાં રહેતા લલીતભાઈ પ્રભુભાઈ સિણોજીયા જાતે કોળી (ઉમર ૩૧) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે તેના ભાઈ મૃતક જીતેન્દ્રભાઈ પ્રભુભાઈ સિણોજીયા જાતે કોળી (ઉમર ૩૨) ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેનો ભાઈ જીતેન્દ્રભાઈ તેના બીજા ભાઈ મનીષની માલિકીનું બાઇક નંબર જીજે ૩ ઇકે ૨૮૧૬ લઈને વાંકાનેરથી મોરબી તરફ જવાના રસ્તા ઉપર નર્સરી ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાયું હતું જેથી કરીને તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમજ હાથે પગે અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાના કારણે તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
