વાંકાનેર નજીક બાઇક ડિવાઈડર સાથે અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત
મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને બે શ્ખ્સોએ માર માર્યો
SHARE









મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને બે શ્ખ્સોએ માર માર્યો
મોરબી તાલુકાના જેતપર ગામે વીજ કનેકશનના બાકી બિલની રકમ વસૂલ કરવા માટે વીજ કર્મચારી વાડીએ ગયો હતો ત્યારે વાડીએ બે શખ્સોએ વીજ બિલના બાકી રૂપિયા નહિ આપીને વીજ કર્મચારીની કાયદેસરની ફરજ મા રૂકાવટ કરી હતી અને તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા વીજ કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વાડીના માલિક સહિત બે શખ્સોની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ત્રિકોણ નગરમાં રહેતા અને વીજ કંપનીમાં કામ કરતાં જગજીવનભાઈ બચુભાઈ મેરજા (ઉમર ૩૮) પોતાની ફરજના ભાગરૂપે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ જ્યોત્સનાબેન હેમંતભાઈ ભડજાની વાડીએ બીલના બાકીની વસુલાતની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે વીજળી બીલના બાકી નીકળતા પૈસા ન આપીને તેમની ફરજમાં મહેશભાઈ હેમંતભાઈ ભાડજા અને અમિતભાઈ રહે બંને જેતપર વાળાએ રૂકાવટ કરી હતી અને ત્યારબાદ તેઓએ વીજ કર્મચારી જગજીવનભાઈ મેરજાની સાથે બોલાચાલી કરી ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વિજ કર્મચારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશભાઈ ભાડજા અને અમિતની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
