મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને બે શ્ખ્સોએ માર માર્યો
મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા સાત જુગારી ૨૬૯૧૦ ની રોકડ સાથે પકડાયા
SHARE









મોરબીના કાલીકા પ્લોટમાં જુગાર રમતા સાત જુગારી ૨૬૯૧૦ ની રોકડ સાથે પકડાયા
મોરબીના કાલીકા પ્લોટમાં મીઠાના ડેલાવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સાત જુગારી જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૨૬૯૧૦ ની રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલીકા પ્લોટમાં મીઠાના ડેલાવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે મુસ્તાકભાઈ હાસમભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૪૨, રજનીકાંતભાઈ પરસોતમભાઈ નિમાવત જાતે બાવાજી ઉ.૫૦, અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૫૬, ઈસ્માઈલભાઈ હુસેનભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૩૮, કાસમભાઈ સીદીકભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૫૨, અહેમદભાઈ નુરમામદભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૩૫ અને હાજીભાઈ મુસાભાઈ ખુરેશી જાતે મતવા ઉ.૩૦ રહે, બધા જ મોરબી વાળા ગંજીપતાથી હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપિયા ૨૬૯૧૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
