હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને બે શ્ખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના જેતપર ગામે વીજ બિલની વસૂલાત માટે ગયેલા કર્મચારીને બે શ્ખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના જેતપર ગામે વીજ કનેકશનના બાકી બિલની રકમ વસૂલ કરવા માટે વીજ કર્મચારી વાડીએ ગયો હતો ત્યારે વાડીએ બે શખ્સોએ વીજ બિલના બાકી રૂપિયા નહિ આપીને વીજ કર્મચારીની કાયદેસરની ફરજ મા રૂકાવટ કરી હતી અને તેની સાથે બોલાચાલી કરીને ગાળો આપીને માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા વીજ કર્મચારી દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વાડીના માલિક સહિત બે શખ્સોની સામે ફરિયાદ નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ત્રિકોણ નગરમાં રહેતા અને વીજ કંપનીમાં કામ કરતાં જગજીવનભાઈ બચુભાઈ મેરજા (ઉમર ૩૮) પોતાની ફરજના ભાગરૂપે મોરબી તાલુકાના જેતપર ગામે આવેલ જ્યોત્સનાબેન હેમંતભાઈ ભડજાની વાડીએ બીલના બાકીની વસુલાતની કામગીરી કરવા માટે ગયા હતા ત્યારે વીજળી બીલના બાકી નીકળતા પૈસા ન આપીને તેમની ફરજમાં મહેશભાઈ હેમંતભાઈ ભાડજા અને અમિતભાઈ રહે બંને જેતપર વાળાએ રૂકાવટ કરી હતી અને ત્યારબાદ તેઓએ વીજ કર્મચારી જગજીવનભાઈ મેરજાની સાથે બોલાચાલી કરી ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા વિજ કર્મચારીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશભાઈ ભાડજા અને અમિતની સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News