હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

માળિયા(મી) નજીકથી ચરસ આરોપીઓને આપનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો: ત્રીજી સુધી રિમાન્ડ


SHARE

















માળિયા(મી) નજીકથી ચરસ આરોપીઓને આપનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો: ત્રીજી સુધી રિમાન્ડ

માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી કારમાથી ૮૮૦ ગ્રામ ચરસના જથ્થા સાથે અગાઉ ત્રણ આરોપી પકડાયા હતા અને પોલીસે ચરસ, કાર સહિતના ૯.૪૭ લાખના મુદામાલ કબજે કર્યો હતો બાદમાં આ ગુનામાં બે આરોપીની પોલીસે પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં પોલીસે ચરસ આપનારા મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૩તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે

માળિયા (મિ.) કચ્છ-મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર માળિયાના ત્રણ રસ્તા પુલ ઉતરતા પુલના છેડા પાસેથી પસર થતી એસક્રોસ કાર નં- જીજે ૧૨ ડીએસ ૨૮૦૪ ને રોકીને પોલીસે તા ૨૪ ની રાતે ચેક કરતાં તે કારમાથી ૮૮૦ ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે કારના મલિક દશરથ દિનેશભાઇ વ્યાસ રહે.આદીપુર ગુરૂકૃપા સસાયટી મેઘપર કુંભારડી પ્લઠ નં.- ૨૦૪ તાલુકો અંજાર અને કારમાં બેઠેલ વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઇ બારોટ(ગઢવી) રહે. ડી-૨૨ ઈફ્કો કોલોની ઉદયનગર ગાંધીધામ મુળ ભાભર જીલ્લો બનાસકાંઠા અને શંકર ગોવાભાઇ ગરચર રહે. મીંદીયાળા તાલુકો અંજાર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ચરસ સહિત કુલ મળીને ૯,૪૭,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો બાદમાં આ ગુનામાં પોલીસે યશ ગોવિંદભાઇ ગઢવી રહે. બ્રમ્હપુરી સોસાયટી માંડવી અને જીવરાજ હરધોળ ગઢવી રહે. ચાગડાઇ તાલુકો માંડવી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સોને ચરસ આપનારા આરોપી દશરથ કરશનભાઇ સંગારા (૩૫) રહે, ભોજય તાલુકો માંડવી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના તા ૩ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપીએ યશ ગોવિંદભાઇ ગઢવી અને જીવરાજ હરધોળ ગઢવી ચરસનો જથ્થો આપેલ હતો જેથી તેની ધરપકડ કરવામાં આવી છે જો કે, દશરથ પાસે ચરસ કયાથી આવ્યું તે દિશામાં તપાસ ચાલી રહી છે




Latest News