મોરબીમાં સરકારી જમીન ઉપરની દબાણ ભાજપના આગેવાને જાતે જ દૂર કરવાનું શરૂ કર્યું
મોરબીના લાયન્સનગરમાં રહેતા શખ્સનાં ઘરમાંથી 10 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
SHARE
મોરબીના લાયન્સનગરમાં રહેતા શખ્સનાં ઘરમાંથી 10 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા શખ્સના ઘરે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરની અંદરથી દારૂની 10 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં ચરમરીયા દાદાના મંદિરની બાજુમાં રહેતા સિરાજભાઈ કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાથી હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની 10 બોટલો મળી આવતા પોલીસે 3,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આરોપી સિરાજભાઈ કટિયા ઘરે હાજર ન હતો જેથી મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા હાલમાં આરોપી સિરાજભાઈ અલાઉદીનભાઈ કટિયા રહે. લાયન્સનગર વીસીપરા મોરબી વાળાની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.
યુવાન સારવારમાં
મોરબીના રવાપર ગામે આવેલ શિવ મંદિર પાસેથી અજાણ્યો 32 વર્ષનો યુવાન એકટીવા લઈને જતો હતો ત્યારે એકટીવામાંથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના પાવળીયારી નજીક આવેલ સીરામીક કારખાનાની અંદર રહેતા અને મજૂરી કામ કરતો મુકેશ કનુભાઈ (32) નામના યુવાનને બેલા નજીક હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે