મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતાં સારવાર મળે તે પહેલા જ મોત


SHARE









મોરબીના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતાં સારવાર મળે તે પહેલા જ મોત

મોરબી તાલુકાના રાજપર (કું) ગામે રહેતા વૃદ્ધને છાતીમાં ગરમી ચડી જતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેમને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બંને અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા જયંતીલાલ છગનલાલ  અમૃતિયા (૫૯) ને રાત્રિના ૧૨ વાગ્યાના અરસામાં છાતીમાં ગરમી ચડી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી ગામ નજીક આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ જલાભાઇ ગઢવી નામના ૩૧ વર્ષના યુવાનને પંચાસર રોડ ખાતે રાતના બારેક વાગ્યે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલેથી પોલીસને જાણ કરાતા સ્ટાફના વી.કે.પટેલ દ્વારા મારામારીના કારણ અંગે તપાસ શરૂ કરાય છે.

પતિએ માર મારતા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલીકા પ્લોટ વિસ્તારમાં રહેતા કાંતાબેન જેઠાભાઈ જાદવ નામના ૫૦ વર્ષીય મહિલાને તેમના પતિ દ્વારા કોઈ કારણોસર માર મારવામાં આવ્યો હતો. જેથી કાંતાબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.હાલ મારામારીના આ બનાવની હોસ્પિટલમાંથી પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના એમ.એચ.વાસાણી દ્વારા નોંધ કરીને કારણ અંગે આગળની તજવીજ શરૂ કરાઇ છે.




Latest News