મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આહીર સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ પહેરવેશ સાથે બહેનોએ બોલાવી રાસની રમઝટ


SHARE













મોરબીમાં આહીર સેના દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ટ્રેડિશનલ પહેરવેશ સાથે બહેનોએ બોલાવી રાસની રમઝટ

નવરાત્રીમાં દીકરીઓ અને બહેનો શાંતિપૂર્ણ માહોલમાં રાસગરબા રમી શકે તે માટે જુદાજુદા જ્ઞાતિ સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેવી જ રીતે મોરબીમાં આહીર સેના દ્વારા શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આહીરોની ઓળખ સમાજ ટ્રેડિશનલ પહેરવેશ સાથે બહેનો દ્વારા રાસ રજૂ કરવામાં આવ્યા હતા.

મોરબીમાં નવરાત્રિ દરમ્યાન આહીર સમાજની બહેન દીકરી માટે રાસ ગરબાની ખાસ વ્યવસ્થા આહીર સેના દ્વારા કરવામાં આવી હતી અને મોરબીના નવલખી રોડે આવેલ બહુચર પાર્ટી પ્લોટ ખાતે શ્રી આહીર સમાજ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા આહીર પરિવારના લોકો મોટી સંખ્યામાં જોડાય છે અને ફક્ત આહીર સમાજના બહેનો દ્વારા નવરાત્રી મહોત્સવમાં અવનવા રાસ રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને ગઇકાલે આ નવરાત્રિ મહોત્સવમાં આહીર સમાજની આગવી ઓળખ સમાન તેના ટ્રેડિશનલ પહેરવેશ સાથે બહેનો દ્વારા રાસ ગરબા રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે આહીર સમાજના પ્રખ્યાત કલાકારો દ્વારા ગરબાની જમાવટ કરવામાં આવી રહી છે અને સૌથી મોટી વાતે છે કે, સમસ્ત આહીર સમાજ માટે જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાસ રમવા માટે એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવેલ નથી. જેથી સમાજની દરેક બહેન દીકરી ભય મુક્ત વાતાવરણમાં રાસ ગરબા રમી રહી છે. આ આયોજનને સફળ બનાવવા માટે સંસ્થાના હોદેદારો સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.




Latest News