હળવદમાં ઘરમાં રાશન કે રૂપિયા ન હોવાની મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
માળીયા(મિ)નાં જુના ઘાંટીલામાં વૃધ્ધની ખેતીની જમીન ઉપર દબાણ કરનાર શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
SHARE









માળીયા(મિ)નાં જુના ઘાંટીલામાં વૃધ્ધની ખેતીની જમીન ઉપર દબાણ કરનાર શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ
માળીયા મિયાણા તાલુકાનાં જુના ઘાંટીલા ગામે વૃધ્ધની જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતુ અને તેમાં ખેતી કરીને ઉત્પાદન પણ લેવામાં આવ્યું હતું જેથી કરીને વૃદ્ધે કલેક્ટરમાં અરજી કરી હતી અને તેની તપાસના અંતે કલેકટરે ફરિયાદ નોંધવા માટે હુકમ કર્યો હતો જેના આધારે હાલમાં માળીયા તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ લઈને આરોપીની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જુના ઘાંટીલા હાલ રહે હળવદ પંચમુખી ઢોરો વાળા મનહરદાન હરદાન દેવકા જાતે ગઢવી (ઉ.૬૯)એ બચુભાઇ નારાયણભાઇ જાકાસણીયા રહે. જુના ઘાંટીલા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ગત તા. ૧/૨ થી આજદિન સુધી આરોપીએ ફરીયાદીની માલીકીની જુના ઘાંટીલા ગામની સીમમા આવેલ સવૅ નં.નં.૪૩/૨ પૈકી ૦૨ વાળી જમીન હે-૦૦ આરે-૨૪ ચો.મી.-૨૮વાળી જમીન ગેરકાયદેસર રીતે કબજો કરી લીધેલ હતો અને ખેતી કરી ઉત્પાદન મેળવી જમીન પચાવી પાડી હતી અને જમીન પર ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો જેથી વૃદ્ધે કલેકટરને લેન્ડ ગ્રેબીંગ એકટના નવા કાયદા મુજબ અરજી કરેલ હતી જે અરજીની તપાસના અંતે કલેકટર તરફથી એફ.આઇ.આર. દાખલ કરવા હુકમ કરવામાં આવેલ છે જેથી માળીયા મીં. પોલીસ સ્ટેશન ખાતે વૃધ્ધની ફરીયાદ લેવામાં આવી છે અને ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધીને આરોપી બચુભાઇ નારાયણભાઇ જાકાસણીયા રહે. જુના ઘાંટીલા વાળાની ધરપકડ કરેલ છે
