મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો


SHARE









વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો

વાંકાનેરના દીનપરા જકાતનાકા પાસે આવેલ ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં સુહાના ટ્રેડર્સ નામની દુકાનમાં પોલીસે ચેક કર્યું હતું ત્યારે ત્યાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની ગલુ ટ્રેપ 7 નંગ મળી આવતા કલેકટરના જાહેરનામાના ભંગ સબબ વેપારી સામે ગુનો નોંધીને તેને પકડીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીનપરા જકાતનાકા પાસે આવેલ ગોલ્ડન પોઇન્ટ કોમ્પ્લેક્સમાં સુહાના ટ્રેડર્સ નામની દુકાન આવેલ છે અને ત્યાંથી પ્રતિબંધિત ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપનું વેચાણ કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં ચેક કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી સાત નંગ ગ્લુ ટ્રેપ મળી આવતા પોલીસે 210 રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને કલેકટરના જાહેરનામાના ભંગ સબબ વેપારી મકબુલભાઈ વલીમભાઈ માથકિયા (36) રહે. રાતીદવડી તાલુકો વાંકાનેર વાળાની સામે ગુનો નોંધીને તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઈલ પી લીધું

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ભરતભાઈ ધરોડિયા (35) નામના યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા મુકેશભાઈ પ્રભુભાઈ બાબરીયા (42) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News